યુવાઓના મનને સ્પર્શી ગઈ સુધીર ચૌધરીની આ ખાસ વાત, મોકલી રહ્યાં છે #SelfieWithMummyPapa
#SelfieWithMummyPapa: ઝી ન્યૂઝના ચેનલ હેડ અને CEO સુધીર ચૌધરી (Sudhir Chaudhary) એ પોતાના કાર્યક્રમ DNAમાં એક એવો ઈમોશનલ મુદ્દો ઉઠાવ્યો જે દેશના સીનિયર સિટીઝન્સ સાથે જોડાયેલો છે. વાત જાણે એમ છે કે સંસદના શિયાળુ સત્ર દરમિયાન લોકસભામાં અન્ય એક બિલ પણ રજુ થયું અને તે હતું માતા પિતા અને સિનિયર સિટીઝન્સના ભરણપોષણ અને કલ્યાણ માટેનું બિલ. બિલમાં જોગવાઈ છે કે જો કોઈ પુત્ર કે પુત્રી, વહુ કે જમાઈ, દત્તક કે જૈવિક પુત્ર-પુત્રી પોતાના માતા પિતા કે ઘરના વડીલોનું અપમાન કરે કે તેમને છોડી દે કે પછી અપશબ્દો કહે કે શારીરિક રીતે પરેશાન કરે તો તેમને જેલની સજા પણ થઈ શકે છે.
નવી દિલ્હી: 12 ડિસેમ્બરે ભારતીય સંસદમાં (Citizenship Amendment Bill 2019) પાસ થયું અને ત્યારબાદ 13મી ડિસેમ્બરે આ બિલને લઈને દેશભરમાં વિરોધનો વંટોળ જોવા મળ્યો. આવી તંગ પરિસ્થિતિ વચ્ચે પણ ઝી ન્યૂઝના ચેનલ હેડ અને CEO સુધીર ચૌધરી (Sudhir Chaudhary) એ પોતાના કાર્યક્રમ DNAમાં એક એવો ઈમોશનલ મુદ્દો ઉઠાવ્યો જે દેશના સીનિયર સિટીઝન્સ સાથે જોડાયેલો છે. વાત જાણે એમ છે કે સંસદના શિયાળુ સત્ર દરમિયાન લોકસભામાં અન્ય એક બિલ પણ રજુ થયું અને તે હતું માતા પિતા અને સિનિયર સિટીઝન્સના ભરણપોષણ અને કલ્યાણ માટેનું બિલ. બિલમાં જોગવાઈ છે કે જો કોઈ પુત્ર કે પુત્રી, વહુ કે જમાઈ, દત્તક કે જૈવિક પુત્ર-પુત્રી પોતાના માતા પિતા કે ઘરના વડીલોનું અપમાન કરે કે તેમને છોડી દે કે પછી અપશબ્દો કહે કે શારીરિક રીતે પરેશાન કરે તો તેમને જેલની સજા પણ થઈ શકે છે. ધ્યાન આપવા જેવી વાત એ છે કે જમાઈ અને વહુને આ વ્યાખ્યામાં સમાવવામાં આવ્યાં છે.
ઘરમાં વડીલો, વૃદ્ધોનું અપમાન કરો છો? તો જેલમાં જવા થઈ જાઓ તૈયાર
શું છે આ સીનિયર સિટીઝન એમેડમેન્ટ બિલની જોગવાઈઓ?
મેન્ટેઈનન્સ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટ્સ એન્ડ સીનિયર સિટિઝન્સ એમેડમેન્ટ બિલ 2019માં સરકારે એવી જોગવાઈ કરી છે કે જો કોઈ પુત્ર કે પુત્રી, વહુ કે જમાઈ, દત્તક કે જૈવિક પુત્ર-પુત્રી પોતાના માતા પિતા કે ઘરના વડીલોનું અપમાન કરે કે તેમને છોડી દે કે પછી અપશબ્દો કહે કે શારીરિક રીતે પરેશાન કરે તો તેમને 3 મહિનાથી લઈને 6 મહિના સુધીની જેલની સજા કે 10,000 રૂપિયાનો દંડ કે બંને થઈ શકે છે. ધ્યાન આપવા જેવી વાત એ છે કે જમાઈ અને વહુને આ વ્યાખ્યામાં સમાવવામાં આવ્યાં છે. જેનો અર્થ એ છે કે જો ઘરમાં સાસુ સસરા હશે તો તેમને પણ સન્માન આપવું પડશે. જમાઈ કે વહુને પણ પુત્ર અને પુત્રી ગણ્યા છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube